સાબરડેરીના ચેરમેન શ્રી શામળભાઈ બી. પટેલ ની GCMMF (AMUL) ના ચેરમેન પદે સતત બીજી વાર નિમણૂક

ગુજરાતની ૧૮૬૦૦ દૂધ મંડળીઓના ૩૬ લાખથી વધુ સભાસદોને સહકારથી સમૃધ્ધિ નું સ્વપ્ન પૂર્ણ કરનાર સંસ્થા ગુજરાત કો ઓપરેટિવ મીલ્ક માર્કેટિંગ ફેડરેશન “અમુલ”ના નિયામક મંડળની આજે મળેલ મિટિંગમાં ચેરમેન રૂપે મારામાં વિશ્વાસ મૂકી “અમુલ ફેડરેશન”નું ફરીથી સુકાન મને સોપવા બદલ આપણા યશસ્વી લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી,ગુજરાતના સપૂત અને કેન્દ્ર સરકારમાં ગૃહ પ્રધાન અને સહકારિતા મંત્રીનું સ્થાન શોભાવતા માન.અમીતભાઇ શાહ સાહેબ,ગુજરાત ભા.જ.પા.પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ પાટીલ સાહેબ,નવ નિર્વાચિત ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ,ભા.જ.પા.ના શીર્ષસ્થ હોદ્દેદારો શ્રી,સહકારી આગેવાનો અને ફેડરેશનના નિયામક મંડળના તમામ સદસ્યોનો આદરભાવ સાથે આભારની લાગણી વ્યક્ત કરું છુ.

આપ સર્વેએ મારા ઉપર વિશ્વાસ મૂકી મને ગુજરાતના લાખો દૂધ ઉત્પાદકોના સામાજિક અને આર્થિક ઉત્થાન માટે સેવા કરવાની તક આપી છે એમાં આપ સૌના આશીર્વાદથી ચોક્કસ સફળ થઈશ એવી આપ સૌને ખાતરી આપું છુ.

સમગ્ર ગુજરાતના દૂધ ઉત્પાદકોને દૂધ વ્યવસાય નફાકારક અને પોષણક્ષમ બને તે માટે ફેડરેશનનું નિયામક મંડળ પારદર્શિતા અને પ્રમાણિકતાથી સતત સઘન પ્રયાસશીલ રહેશે એવો વિશ્વાસ સૌને આપું છું.

ધન્યવાદ

આપ સૌનો આભારી
શામળભાઈ બી.પટેલ