Sabardairy Increase Milk Rate in 2023

સાબરડેરી દ્વારા ચાલુ વર્ષે સતત પાંચમી વખત વધારો જાહેર કરાયો.

દુધના ભાવમાં ર૦ રૂપિયાનો વધારો કરાતા દૂધ ઉત્પાદકોમાં ખુશીનો માહોલ.

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરી દ્વારા પશુપાલન સાથે જોડાયેલા ગ્રામીણ પરિવારોની આર્થિક ઉન્નતિ હેતુ સતત ચિંતન કરી નિયામક મંડળ દ્વારા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે ત્યારે આજે દૈનિક ૩૦ લાખ દૂધ સંપાદન થતું હોવા છતાં પશુપાલન વ્યવસાય પોષણક્ષમ બનેં અને દુધ વ્યવસાયમાં વધુ વળતર મળી રહે તે માટે સાબર ડેરી દ્વારા સમગ્ર ગુજરાતમાં દૂધના ઉંચા પોષણક્ષમ ભાવો આપવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આજના મોંઘવારીના જમાનામાં રોજિંદા જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓના ભાવ હોય પછી દૂધ ઉત્પાદન ખર્ચ ઉત્તરોત્તર વધી રહ્યાં ત્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ૩ લાખ થી વધુ દૂધ ઉત્પાદકો માટે સતત ચિંતિત સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલ અને નિયામક મંડળના સભ્યો દ્વારા દૂધ ઉત્પાદકોના વ્યાપક હીતને ધ્યાનમાં લઈ દૂધ વ્યવસાયને પ્રોત્સાહિત કરવાના હેતુથી વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન દૂધના ભાવોમાં પાંચમી વખત વધારો કરવાનું જાહેર કરેલ છે.

આગામી તા.૨૧/૦૧/૨૦૨૩ ના રોજથી અમલમાં આવે તે રીતે દૂધના ભાવમાં ૨૦ રૂપિયાનો વધારો કરવામાં આવનાર છે. તા.૨૧/૦૧/૨૦૨૩ ના રોજ થી અમલમાં આવે તે રીતે જાહેર કરેલ નવા ભાવ મુજબ દુધ ઉત્પાદકોને ભેંસના દુધના ભાવમાં કિલો ફેટે રૂા.૨૦ નો અને ગાયના દૂધમાં સમતુલ્ય કિલો ફેટમાં રૂપિચા ૯.૧૦ નો વધારો થવા પામેલ છે. નવા જાહેર કરેલ ભાવો મુજબ ભેંસના દુધનો કિલો ફેટે ભાવ રૂ.૮૦૦ અને ગાયના દુધના સમતુલ્ય કિલો ફેટનો ભાવ રૂ.૩૪૩.૭૦ પ્રમાણે ચુકવવામાં આવશે જેના કારણે દુધ ઉત્પાદકોને પશુપાલન વ્યવસાયમાં ચોક્કસ આર્થિક મદદ ઉપલબ્ધ થશે.

સાબરડેરી દ્વારા દુધના ભાવમાં વધારો કરવાની જાહેરાતને અને તમામ દૂધ ઉત્પાદકોએ હર્ષ થી વધાવી લઈ ચેરમેન શામળભાઈ પટેલ અને નિયામક મંડળના સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

24012023_3
24012023_2
24012023_1